Wednesday 17 April 2013

Ho Rang Rasiya Raas Garba

Ho Rang Rasiya Raas Garba
 
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

Natvar Nano Re Raas Garba


Natvar Nano Re Raas Garba
 
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

નંદકુંવર         શ્યામકુંવર          લાલકુંવર 
ફુલકુંવર નાનો રે  ગેડીદડો   કાનાના    હાથમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી  ચિત્તળની ચૂંદડી  મંગાવી  દઉં
ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી  નગરની  નથડી  મંગાવી  દઉં
નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી   ઘોઘાના  ઘોડલા  મંગાવી  દઉં
ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

ક્યો  તો ગોરી  હાલારના  હાથીડા મંગાવી  દઉં
હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં
નટવર  નાનો  રે  કાનો  રમે  છે  મારી  કેડમાં

Mare Te Gamde Ek Var Avjo Raas Garba

Mare Te Gamde Ek Var Avjo Raas Garba
 
મારે તે ગામડે એક વાર આવજો

હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એક વાર આવજો

મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એક વાર આવજો

મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ

સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના

અંતરનાં દ્વાર કહો  ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી ક્યારે વગાડશો

હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એક વાર આવજો

વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઈ
આવ્યા પ્રસંગ રંગભીના હો

મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એક વાર આવજો

Chando Ugyo Chok Ma Raas Garba

Chando Ugyo Chok Ma Raas Garba
 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લહેરીડા, હરણ્યું આથમી રે હાલાર દેશમાં રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા

પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડમા
પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડમા
હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
Your Ad Here